મોહન યાદવ:સીએમ નામની પસંદગી કરવા માટે સોમવારે મધ્યપ્રદેશમાં બીજેપીના વિધાયક દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યોએ મોહન યાદવના નામને મંજૂરી આપી દીધી છે.
મોહન યાદવ કોણ છે?
મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. તેઓ શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
મોહન યાદવ મધ્યપ્રદેશમાં ભાજપનો મોટો OBC ચહેરો છે. તેમના નામની જાહેરાત કદાચ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. મોહન યાદવની શૈક્ષણિક લાયકાત પીએચડી છે. તેમને 2020માં શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ 2023 સુધી આ પદ પર રહ્યા હતા.
અત્યાર સુધીની મોહન યાદવની રાજકીય કારકિર્દી
58 વર્ષીય મોહન યાદવની રાજકીય કારકિર્દી 1984 માં શરૂ થઈ હતી જ્યારે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ આરએસએસના સભ્ય પણ છે. તેઓ 2013માં ઉજ્જૈન દક્ષિણથી ચૂંટણી લડ્યા હતા અને સતત ત્રીજી ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા હતા. મોહન યાદવને 95699 વોટ મળ્યા.