શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય જે અંગેની માહિતી વિગતવાર માહિતી નીચે આપેલ છે.
જો કર્મચારીનું કોઇ પણ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવેલ ન હોઇ તેવા કિસ્સામાં આચાર્ય બને તો
શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ આપી પગારબાંધણી કરવાની રહે છે.
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 1640- 2900(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300- 34800, ગ્રેડ પે-4400) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં
શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ આપી પગારબાંધણી કરવાની રહે છે.
આ પણ વાંચો: 7th Pay Difference: પાંચમા હપ્તાની ચુકવણી ક્યારે થશે જાણો સંપૂર્ણ માહિતી
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.6500-10500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે-4600) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં
શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી પરંતુ જે-તે પગાર મેળવતા હોય તે જ પગાર અને પગારધોરણનું રક્ષણ મળવાપાત્ર થશે..
દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ રૂ.6500-10500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે-4600) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં
શિક્ષણ વિભાગના તા.03/12/2009 ના ઠરાવ અન્વયે ખાસ કિસ્સામાં પગાર અને પગારધોરણના રક્ષણનો લાભ મળવાપાત્ર થશે પરંતુ નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી.
દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે ૩.8000-13500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300- 34800, ગ્રેડ પે-5400) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં
શિક્ષણ વિભાગના તા.03/12/2009 ના ઠરાવ અન્વયે ખાસ કિસ્સામાં પગાર અને પગારધોરણના રક્ષણનો લાભ મળવાપાત્ર થશે પરંતુ નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી.