VIRAT KOHLI BIRTHDAY માટે આખા સ્ટેડિયમમાં સેલિબ્રેશન માટે થઈ રહી છે ખાસ તૈયારી

By P.Raval
2 Min Read

 

VIRAT KOHLI BIRTHDAY યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે CAB ખાસ સગવડતા કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું બુકિંગ થઈ ગયું છે. આ મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં 70000 દર્શકો હાજર રહે તેવી સંભાવના છે.

  • VIRAT KOHLI BIRTHDAY યાદગાર બનાવવા માટેની તૈયારી
  • ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે CAB ખાસ વ્યવસ્થા કરી
  • ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ની તમામ ટિકીટોનું વેચાણ
  • VIRAT KOHLI BIRTHDAY પર 70000 માસ્ક વિતરિત કરવાની યોજના

વર્લ્ડ કપ 2023માં ભારત પોતાની 8 મી મેચ દક્ષિણ આફ્રિકા સામે 5 નવેમ્બર 2023ના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીનો 5 નવેમ્બર 2023 ના રોજ જન્મદિવસ છે.

કિંગ કોહલીનો બર્થડે યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે CAB ખાસ સગવડતા કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું બુકિંગ થઈ ગયું છે.

આ મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં 70000 દર્શકો હાજર રહે તેવી સંભાવના છે. બંગાલ ક્રિકેટ સંઘે CAB તમામ દર્શકોને મફતમાં વિરાટ કોહલીના મહોરાં આપવાની તૈયારી કરી લીધી છે.

કઈ રણનીતિના કારણે સુપરહિટ સાબિત થઈ રહ્યો છે હિટમેન ROHIT SHARMA? જાણો સંપૂર્ણ માહિતી

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે CAB કોહલીના માસ્ક વિતરિત કરવાની સાથે મેચ પહેલા કેક કટિંગ કરીને કોહલીને એક મોમેન્ટો આપીને સમ્માનિત કરવાનું પ્લાનિંગ કર્યું છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે CAB અઘ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ બાબતે ICC મંજૂરી આપે તેવી આશા છે. અમે VIRAT KOHLI BIRTHDAY ના જન્મદિવસને ખાસ બનાવવા માંગીએ છીએ.

મેચ દરમિયાન સ્ટેડિયમમાં તમામ ફેન કોહલીનું માસ્ક પહેરીને અંદર આવશે. VIRAT KOHLI BIRTHDAY પર 70000 માસ્ક વિતરિત કરવાની યોજના છે.

નવેમ્બર 2013માં સચિન તેંડુલકરે 199મી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે પણ બંગાલ ક્રિકેટ સંઘે CAB એ આ પ્રકારનું આયોજન કર્યું હતું.

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મન્સ કર્યું છે. છ મેચમાં એક સદી અને 3 અડધી સદી ફટકારી છે. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 48 મી સદી ફટકારી હતી.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version