પીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર ટીમને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.તમામ ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.
રોહિત અને કોહલીનો હાથ પકડીને વડાપ્રધાને કહ્યું, “તમે લોકો 10-10 મેચ જીતીને પાછા આવ્યા છો.” આવું થતું રહે છે. દેશ તમને જોઈ રહ્યો છે. મેં બધાને મળવાનું વિચાર્યું.” આ પછી તેણે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને તેમની પીઠ થપથપાવી. વડાપ્રધાને તેમને કહ્યું, “તમે સખત મહેનત કરી છે.” ત્યારબાદ પીએમએ રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી.
જાડેજાને મળ્યા બાદ પીએમ મોદીએ શુભમન ગિલ સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી તેઓ મોહમ્મદ શમી પાસે ગયા અને કહ્યું તમે સરસ પ્રદર્શન કર્યું છે. પીએમે તેમને કહ્યું, “તમે આ વખતે ખૂબ સારું કર્યું.” પછી તેઓ જસપ્રિત બુમરાહ પાસે ગયા અને તેને પૂછ્યું કે શું તેઓ ગુજરાતી બોલે છે. જેના જવાબમાં બુમરાહે કહ્યું હા થોડુંક થોડુંક બોલું છું.
IND vs AUS final : પેલેસ્ટાઇન સમર્થક સુરક્ષા તોડી કોહલી પાસે પહોંચી ગયો
બધાને મળ્યા બાદ પીએમ મોદીએ વચ્ચે ઉભા રહીને કહ્યું કે, આવું થતું રહે છે. મિત્રો, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો અને જ્યારે તમે કોઈ દિવસ દિલ્હી આવો ત્યારે જ્યારે તમે ફ્રી હો ત્યારે હું તમારી સાથે બેસીશ. મારા તરફથી આપ સૌને આમંત્રણ છે
આ પહેલા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત અને વાતચીતના ફોટા શેર કર્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. શમીએ X પર લખ્યું, ‘દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. અમે પાછા આવીશું.’
રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે પીએમની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.
ડ્રેસિંગ રૂમમાં PM મોદી અને ખેલાડીઓ સાથેની મુલાકાતનો વીડિયો
VIDEO | When PM Modi met Team India cricketers in their dressing room after the Indian side lost the #ICCWorldCup2023 final against Australia on Sunday. pic.twitter.com/4BV9hfs40G
— Press Trust of India (@PTI_News) November 21, 2023