વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર

By P.Raval
3 Min Read
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર . તેવામાં આવો જોઈએ કે કોણ એવા ખેલાડીઓ છે કે જેને કેપ્ટન આ ચાન્સ આપી શકશે?

  • ICC વર્લ્ડ કપ 2023ની આજે ફાઈનલ મેચ
  • રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર
  • પ્લેઈંગ-11માં ખેલાડીઓને રિપ્લેસ કરવાની બની શકે છે સ્ટ્રેટેજી
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર

ICC ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટક્કર થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહી છે. આ બ્લૉકબસ્ટર મેચ દરમિયાન ભારતનાં પ્લેઈંગ-11 પર સમગ્ર દુનિયાની નજર રહેશે. ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલ્સમાં ઊતરીને ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ફાઈનલ્સનાં મેદાનમાં ઊતરશે.

ભારતનાં પ્લેઈંગ-11માં ફેરફારવર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત ઑસ્ટ્રેલિયાને હરાવવા કરી શકે છે ટીમમાં ફેરફાર?

ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાનાં મજબૂત પ્લેઈંગ-11ની સાથે મેદાનમાં ઊતરવું પસંદ કરશે. તેવામાં જોવાનું રહ્યું કે ભારત આ ટીમમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. અમદાવાદમાં કાળી માટીથી બનેલી પિચ પર ધીમો ટર્ન મળી શકે છે પણ ભારત તરફથી રવિચંદ્રન અશ્વિનને ત્રીજા સ્પિનર તરીકે રોહિત મેદાનમાં ઊતારે તેના ચાન્સ ઓછા લાગે છે. જો કે જ્યારે ગ્રુપ સ્ટેજમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ થઈ હતી ત્યારે રવિચંદ્રન અશ્વિન પ્લેઈંગ-11માં હતાં.

સિરાજનો વિકલ્પ ઉપલબ્ધ

સેમીફાઈનલ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 74 રન આપ્યાં હતાં. પ્રસિદ્ધ કૃષ્ણાનાં રૂપમાં ભારત પાસે સિરાજનો વિકલ્પ ઉપલબ્ધ છે પણ કેપ્ટન રોહિત કદાચ જ વિન્ંગ કોમ્બિનેશનમાં છેડછાડ કરશે. જો કે ભારતીય ટીમે છેલ્લા 6 મહિનામાં જે પ્લેઈંગ-11ને મેદાનમાં ઊતાર્યું છે તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેવામાં પ્લેઈંગ-11માં જો કોઈ ફેરફાર ન કરવામાં આવે તો કોઈ નવાઈની વાત નથી. ટૂંકમાં રોહિત પોતાનો જૂનો ફોર્મુલાનો ફાઈનલની મેચમાં પણ ઉપયોગ કરી શકે છે.

ટૉસ જીતીને બેટિંગ લેશે રોહિત?

ફાઈનલમાં રોહિત શર્મા ટીમ જો ટૉસ જીતે છે તો તેઓ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે જેથી વિપક્ષી ટીમ પર દબાણ વધે. જો કે સ્ટાર બેટર વિરાટ અને ખુદ કેપ્ટન રોહિત જબરદસ્ત ફોર્મમાં છે. રોહિતે આ ટૂર્નામેંટમાં હજુ સુધી 10 મેચોમાં 55ની એવરેજ સાથે 550 રન બનાવ્યાં છે. તો વિરાટે 10 મેચ રમીને 101ની એવરેજથી સૌથી વધુ 711 રન બનાવ્યાં છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version