RTE Admission News: આવકના ખોટા દાખલાથી પ્રવેશ લેનાર એક સ્કૂલના 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાશે, આવકના દાખલાને લઈને સ્કૂલ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ
- અમદાવાદ RTEથી પ્રવેશ મેળવનાર 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ
- આવકના ખોટા દાખલાથી લીધેલા પ્રવેશ રદ થશે
- એક સ્કૂલના 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાશે
- ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રવેશ રદ
- સ્કૂલના 33 બાળકોના પ્રવેશ રદ થશે
RTE Admission News :
અમદાવાદમાં RTE થી પ્રવેશ મેળવનાર 33 વિદ્યાર્થીના પ્રવેશ રદ થશે. વાત જાણે એમ છે કે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો તેવા 308 બાળકોની ખાનગી સ્કૂલો દ્વારા DEO કચેરીમાં રજૂઆત કરાઇ હતી. જે બાદમાં 33 બાળકોના ખોટા પ્રવેશ થયા હોવાનું પુરવાર થયું હતું.
અમદાવાદમાં RTEથી પ્રવેશ પ્રક્રિયામાં ખોટા ડોક્યુમેન્ટથી એડમિશન અંગે ખાનગી શાળાઓએ DEOએ રજૂઆત કર્યા બાદ શુક્રવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલના 35 બાળકોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 33 બાળકોના ખોટા પ્રવેશ થયા હોવાનું પુરવાર થયું છે. જેથી આ બાળકોના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.