નવ વર્ધિત પેન્શન યોજના હેઠળના ફિક્સ પગારની સેવામાં જોડાઈને નિવૃત્ત થતા તમામ NPS શિક્ષક કર્મચારીઓને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ અંગે રજૂઆત કરેલ છે કે આપની કચેરીના સંદર્ભ-૧ મુજબના પત્ર અનુસાર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના નવ વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળના એક કર્મચારીને ફિક્સ પગારની સેવામાં જોડાઈને નિવૃત્ત થતા રજાનો રોકડ રૂપાંતરનો લાભ આપવા મંજૂરી મળેલ છે.
NPS ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત.
સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ કર્મચારીઓ કે જેઓ નવ વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળ જોડાયેલા છે. આવા શિક્ષક કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ મળવો જોઈએ,તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની લાગણી છે.
મૌખિક માહિતી અનુસાર કોર્ટના જજમેન્ટના આધારે આ રોકડ રૂપાંતરણ આપવા માટે નાણા વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને સૂચના મળેલ છે. ભૂતકાળમાં ઘણા કિસ્સાઓમાં નીતિવિષયક બાબતોમાં હાઇકોર્ટના ચુકાદાના આધારે સરકાર દ્વારા મોડો નિર્ણય લેવાતા હજારો કર્મચારીઓને કોર્ટનો આશરો લેવો પડ્યો હોય તેવા કિસ્સા ધ્યાને છે. આ કિસ્સામાં પણ આવું ન બને તે અંગે તાત્કાલિક યોગ્ય કરવા આપશ્રીને નમ્ર વિનંતી કરેલ છે.