આજે નાયબ શિક્ષણ નિયામક ગુજરત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાતની હાઇસ્કુલોમાં જુના શિક્ષકોની ભરતી બાબત પરીપત્ર કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ- 2016 ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં દર્શાવેલ શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ- 2016 ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે અગાઉ શાળા કક્ષાએથી દર્શાવેલ શાળાવાર જુના શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો તાત્કાલિક દિન- 03 માં આ સાથે સામેલ નિયત નમૂનાના પત્રકમાં ઈ-મેઈલ ssmadhyamik2@gmail.com પર મંગાવવામાં આવેલ છે.
ઉક્ત ખાલી જગ્યાઓમાં માત્ર વર્ષ-2016 ની ભરતીપ્રક્રિયામાં દર્શાવેલ જુના શિક્ષકોની શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો જ મોકલી આપવાની રહેશે. અન્ય ખાલી જગ્યાઓનો સમાવેશ કરવો નહીં. જેની ખરાઈ કરવાની રહેશે. જો તેમાં કોઈ ચૂક જણાશે તો તે અંગેની જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે.
માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અલગ અલગ પત્રકમાં દર્શાવવાની રહેશે તથા હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં મોકલી આપવાની રહેશે.
— MyGujju (@MyGujju) December 5, 2023