રાજસ્થાન ચૂંટણી 2023 : રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે, જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે
રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર મતદાન
સાંજે 6 વાગ્યા સુધી ચાલશેમ મતદાન
આજે 1862 ઉમેદવારોનું ભાવી EVM થશે કેદ
રાજસ્થાન ચૂંટણી 2023
રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.
અર્જુન રામ મેઘવાલએ શું કહ્યું
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન રામ મેઘવાલ પોતાનો મત આપવા બિકાનેર ઈસ્ટના કિસામીડેસરના બૂથ નંબર 174 પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ભાજપ તમામ બેઠકો પર જીતી રહ્યું છે. રાજસ્થાન વિકાસના મુદ્દા પર મતદાન કરવા જઈ રહ્યું છે. મેં દરેકને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
EVMમાં ખામી સર્જાઈ
અલવર જિલ્લામાં 6 બૂથના EVMમાં ખામી સર્જાયા બાદ મતદારો ચિંતિત દેખાયા હતા. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ બૂથ, રેની વિસ્તારમાં બે અને ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર EVM ખરાબ થયું હતું. વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને EVM બદલીની કામગીરી ચાલી રહી છે. ઈવીએમમાં સમસ્યાના કારણે જિલ્લાના 6 બુથ પર વિલંબથી મતદાન શરૂ થશે.
સચિન પાયલટનું નિવેદન
કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. 2018માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું, અમને વિશ્વાસ છે. ભાજપ 5 વર્ષ સુધી વિપક્ષ તરીકેનો ખરાબ પ્રદર્શન રહ્યો છે. મોદી હિમાચલ અને કર્ણાટકમાં પણ એક ચહેરો હતો પરંતુ જનતા બુદ્ધિશાળી છે. પીએમ મોદીએ ચૂંટણીમાં પાયલોટ પરિવાર વિશે જે કહ્યું તે સત્યથી પર હતું. કોંગ્રેસમાં અમે બધા સાથે મળીને ચૂંટણી લડીએ છીએ. જનતા જાણે છે. પોસ્ટર પર કોનો ફોટો મોટો છે પણ કોઈ ફરક પડતો નથી. ચૂંટણી પછી હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ લિડર બનશે.