200થી વધુ પોલીસ જવાનો સાથે વડોદરા શહેરમાં આજથી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ શરૂ, CCTV વગરના સ્થળો પર ડ્રાઈવ, નિયમ ભંગ બદલ 1500 થી 5000 નો દંડ
- વડોદરામાં આજ થી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
- 23 સ્થળો પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી થશે
- CC TV વગરના સ્થળો પર ડ્રાઈવ
- નિયમ ભંગ બદલ 1500 થી 5000નો દંડ
- 200થી વધુ પોલીસ જવાનો ડ્રાઈવમાં જોડાશે
વડોદરામાં આજ થી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, વડોદરા પોલીસ દ્વારા આજ થી સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. આ સાથે CC TV વગરના 23 સ્થળો પર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500 થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે.
વડોદરામાં આજ થી પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200 થી વધુ પોલીસ જવાનો જોડાશે, જેમાં ખાસ કરીને રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો અને વાહન ચલાવતા ફોન પર વાત કરતા લોકો સામે કડક કાર્યવાહી થશે. આ સાથે નિયમ ભંગ બદલ 1500 થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. નોંધનિય છે કે, ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે જ અમુક અકસ્માત સર્જાતાં હોય છે.