Gandhinagar,Gujarat: ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.09/11/2023 થી તા.29/11/2023 સુધી કુલ- 21 દિવસનું નિયત કરવાની જાહેરાત કરી છે.એટલે કે શાળાઓ દિવાળી બાદ ખુંલશે.
GSEB ધોરણ 10 પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત અને ફી નું માળખું
ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેરાત કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.
દિવાળી વેકેશન બાબત pic.twitter.com/P3IyxHsyuP
— MyGujju (@MyGujju) November 2, 2023