શિક્ષણ /નાણા વિભાગ:30 જૂનના રોજ વયનિવૃત થતાં કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઈજાફો આકારવા બાબત

P.Raval
By P.Raval 1
2 Min Read
શિક્ષણ /નાણા વિભાગ:30 જૂનના રોજ વયનિવૃત થતાં કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઈજાફો આકારવા બાબત

ગુજરાત સરકારના શિક્ષણ /નાણા વિભાગ દ્વારા વર્ષ 2006 બાદ તારીખ 30 જૂનના રોજ વયનિવૃત થયેલ/થના૨ કર્મચા૨ીઓના કિ૨સ્સામાં, વયનિવૃત્તિ સમયે એક નોશનલ ઈજાફાનો લાભ આપવાની બાબત સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી.

શિક્ષણ /નાણા વિભાગ ઠરાવ :

પુખ્ત વિચારણાને અંતે પગા૨ સુધારણા નિયમો, 2009 અમલમાં આવ્યા ની તારીખ 01/01/2006 બાદ રાજય સ૨કા૨ અને પંચાયત સેવાના જે કર્મચારીઓ તા.30 જૂન ના રોજ એક વર્ષની નોકરી પુર્ણ ક૨ી વયનિવૃત થયેલ/થનાર છે, તેવા કર્મચારીઓના કિસ્સામાં નીચેની શરતોને આધીન એક નોશનલ ઈજાફો આકા૨વાનું ઠરાવવામાં આવે છે.

શિક્ષણ /નાણા વિભાગ:30 જૂનના રોજ વયનિવૃત થતાં કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઈજાફો આકારવા બાબત
શિક્ષણ /નાણા વિભાગ:30 જૂનના રોજ વયનિવૃત થતાં કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઈજાફો આકારવા બાબત

 

(1) તા.30 જૂનના રોજ વયનિવૃત થયેલ/થનાર કર્મચારીઓના કિસ્સામાં એક વર્ષની સેવા પૂર્ણ કરેલી હોવી જોઇએ.

(2) તા.01/01/2006 થી તા.31/12/2022 સુધી વય નિવૃત થયેલ કર્મચારીના કિસ્સામાં 30 જૂનના રોજ નોશનલ ઇજાફો આકા૨ી પેન્શન સુધારણા ક૨વાની ૨હેશે. તા. 01/01/2023 બાદ વનિવૃત્ત થયેલ / થનાર કર્મચા૨ીના કિસ્સામાં 30 જૂનના રોજ ઇજાફો આકા૨ી પેન્શન સુધારણા કરવાની રહેશે.

- - Join For Latest Update- -

(3) આ નોશનલ ઇજાફા મુજબ કરેલ પેન્શન સુધારણાનો ખરેખર લાભ તા.01/07/2023 થી મળવાપાત્ર થશે.

(4) તા.30 જૂનના રોજ વયનિવૃત થયેલ/થના૨ કર્મચા૨ીઓના કિરામાં ખરેખર ઈજાફો મળવાપાત્ર થાય છે કે કેમ? તે અંગે ચકાસવાની થતી સેવાકીય વિગતો અંગેની જરૂરી સૂચનાઓ અલાયદી બહાર પાડવામાં આવશે.

(5) કોઈ કર્મચારી દ્વારા સમાન પ્રકારનો લાભ મેળવવા માટે નામ.હાઈકોર્ટમાં પીટીશન ફાઇલ ક૨વામાં આવેલ હોય અને હાલમાં ન્યાયાધીન હોય એટલે કે ચુકાદા આવેલ ન હોય તેવા કિ૨સામાં પણ આ ઠરાવ મુજબ ઈજાફાનો લાભ આપવાનો રહેશે.

(6) આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચા૨ીઓ અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ કે જેઓના કિસ્સામાં છઠ્ઠા પગારપંચનો લાભ આપવાની નાણા વિભાગની અનુમતિ આપવામાં આવેલ હોય તેઓના કિસ્સામાં પણ સમાન પ્રકારે ક૨વાનો રહેશે.

(7) આ ઠરાવ નામ. સુપ્રીમકોર્ટના ચુકાદા અન્વયે કરેલ હોવાથી ભવિષ્યમાં ચુકાદા બાબતે કોઇ સુધારો થશે તો તેને આધીન રહેશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment