ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની જાહેર રજા અંગે મોટી જાહેરાત

By P.Raval
1 Min Read

ગાંધીનગર ન્યુઝ :ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની જાહેર રજા અંગે મોટી જાહેરાત કરેલ છે.સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ 2023 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે.

તે મુજબ તા. 11/11/2023 ના રોજ બીજા શનિવારની રજા, તા. 12/11/2023 ના રોજ દિવાળી / રવિવારની રજા, તા. 14/11/2023 ને મંગળવારના રોજ વિક્રમ સંવંત નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. 15/11/2023 ને બુધવારના રોજ ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે જ્યારે આ રજાઓ વચ્ચે તા. 13/11/2023 ના રોજ સોમવારે સરકારી કચેરીઓ ચાલુ છે.

ગુજરાત રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓનો પગાર વધારવા બાબત 

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની જાહેર રજા અંગે જાહેરાત

દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. 13/11/2023 ને સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે તેના બદલામાં તા. 09/12/2023 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.

આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version