ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના માર્ચ-૨૦૨૪ ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ:- 05/12/2023 સુધી હતી, ત્યારબાદ તારીખ:-06/12/2023 થી તા.26/12/2023 સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફી ના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે.
- પ્રથમ તબક્કો- તારીખ:-06/12/2023 થી 15/12/2023 સુધી લેઇટ- રૂ.250/-
- દ્વિતીય તબક્કો – તારીખ:-16/12/2023 થી 25/12/2023 સુધી લેઇટ- રૂ.300/-
- તૃતીય તબક્કો -તારીખ:-26/12/2023 થી 26/12/2023 સુધી લેઇટ- રૂ.350/-
અંતિમ તારીખ:-26/12/2023 સુધી કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહી.
વિદ્યાર્થીનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ:-26/12/2023 (રાત્રીના ૧૨ કલાક) સુધી કરી શકાશે.
બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.
નોંધ:- વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી કોઇપણ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.
— MyGujju (@MyGujju) December 5, 2023