ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ST બસોને લઇને આજે લેવાયો મહત્વનો નિર્ણય.ગુજરાત ના અમદાવાદ ,બરોડા , સુરત અને રાજકોટ થી મહારાષ્ટ્ર બસોનો રુટ સાપુતારા સુધી જ મર્યાદિત રાખવાનો આજે નિર્ણય લેવાયો, ગુજરાત થી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા.
- મરાઠા આંદોલન ની અસર ગુજરાત ની આંતરરાજ્ય બસ સેવા પર
- ગુજરાત રાજ્ય માંથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ
- અમદાવાદ ,બરોડા , સુરત અને રાજકોટ થી મહારાષ્ટ્ર જતી એસ ટી. બસો સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ
- આંદોલનકારીઓ બસ ને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી લેવાયો નિર્ણય
- એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લેતા નિર્ણય
મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલન ની અસર થઈ છે. ગુજરાત થી મહારાષ્ટ્ર જતી બસોને રોકી દેવામાં આવી છે. વિગતો મુજબ મહારાષ્ટ્ર જતી બસ સાપૂતારામાં અટકાવાઈ છે. આંદોલનકારીઓ બસને નુક્સાન કરતા હોવાથી આ નિર્ણય લીધેલ છે. જેને લઈ હવે ગુજરાત થી મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાયા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના
મરાઠા આંદોલનને કારણે હવે ગુજરાત રાજ્યની આંતરરાજ્ય બસ સેવા પર અસર પડી છે. માહિતી મુજબ ગુજરાત રાજ્ય થી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં અમદાવાદ ,બરોડા , સુરત અને રાજકોટ થી જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહત્વનું છે કે, આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લીધેલ છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસી ઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલન ના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્ય માં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ તરફ હવે આ આંદોલન ની અસર ગુજરાત પર પણ પડી છે. જેને લઈ હવે ગુજરાતના સાપુતારા સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ ગુજરાતથી મહારાષ્ટ્ર માં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.