GSEB News: ગાંધીનગર શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરતા લાખો વિદ્યાર્થીઓ પર બોઝો વધશે, ફી વધારો થતા શિક્ષણ બોર્ડમાં કરોડોની આવક થશે.
- ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં વધારો
- પરીક્ષા ફીમાં 10 %નો વધારો કરાયો
- ધોરણ 10 ની ફી રૂ.355 થી વધારી રૂ.399 કરાઈ
GSEB News: ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફી માં વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફી માં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષા ફી માં વધારો થવાથી લાખો વિધાર્થી ઓને અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફી માં કેટેગરી વાઈઝ વધારો કરવામાં આવ્યો છે.
પરીક્ષામાં ફી માં કેટલો કરાયો વધારો?
શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફી માં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10 ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10 માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15 થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત ફી રૂ.655 થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490 થી વધારીને રૂ.540 કરાઈ છે.
11 થી 26 માર્ચ સુધી લેવાશે બોર્ડની પરીક્ષા
આપને જણાવી કે, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચ થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ અનુસાર લેવાશે.
GSEB પરીક્ષાની તારીખો થઈ ચૂકી છે જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024 ની પરીક્ષા તારીખ 11/03/2024 થી તારીખ 26/03/2024 દરમિયાન લેવામાં આવશે.