IMD Forecast Cyclone Michaung:24 જ કલાકની અંદર ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ:જાણો કયા કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

By P.Raval
2 Min Read
IMD Forecast Cyclone Michaung

IMD Forecast Cyclone Michaung Latest News: જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીનું ચોથું ચક્રવાત હશે

  • IMDએ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી કરી
  • IMDએ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના જાહેર કરી
  • 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

IMD Forecast Cyclone Michaung : ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી કરી છે. આ ચક્રવાતી તોફાન Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના જાહેર કરી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આજુબાજુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. પરંતુ તેની અસર ઓડિશા સુધી થઈ શકે છે.

હવે 3 નહીં 4 ડિસેમ્બર તારીખે આવશે આ રાજ્યની ચૂંટણીના પરિણામો

શું કહ્યું IMDના વૈજ્ઞાનિકે Michaung વિષે?

ચક્રવાતી તોફાન વિશે વાત કરતા IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે, સંભવિત ચક્રવાતનો માર્ગ અને અન્ય પરિમાણો ડિપ્રેશનની રચના પછી અનુમાન કરી શકાય છે. તેથી અમે હાલમાં ઓડિશા અથવા દરિયાકાંઠાના અન્ય કોઈ સ્થાન પર અસર વિશે કંઈ કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, આગામી ચાર દિવસ સુધી ઓડિશાના દરિયાકાંઠે કોઈ જ ચેતવણી નથી. તેમણે કહ્યું કે ઓડિશા કિનારે માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપેલ નથી.

ચક્રવાતી વાવાઝોડું 4 ડિસેમ્બર ના રોજ તમિલનાડુમાં ત્રાટકશે

IMDની હવામાન આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી એકધારા વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુ ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ રહ્યું છે. ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવેલ છે કે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો પડે તેવી શક્યતા છે.

જો તે ચક્રવાતમાં ફેરવાશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપેલ છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા ભાગોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version