HSC સામાન્ય પ્રવાહ માર્ચ- 2024 ની Exam ના ઓનલાઇન ફોર્મ આ તારીખ સુધી ભરાશે.

By P.Raval
1 Min Read

HSC ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB EXAM,  ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાં ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સંચાલકશ્રીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના માર્ચ-2024 ની પરીક્ષા આવેદનપત્રો રેગ્યુલર ફ્રી સાથે ભરવાની અંતિમ તારીખ:- 15/12/2023 સુધી હતી, ત્યારબાદ તા:- 16/12/2023 થી તા.06/01/2024 સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફી ના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે.

GSEB HSC EXAM late fee details

  • પ્રથમ તબક્કો- તારીખ:-16/12/2823 થી 25/12/2823 સુધી લેઇટ- રૂ.250/-
  • દ્વિતીય તબક્કો – તારીખ:- 26/12/2023 થી 05/01/2024 સુધી લેઇટ- રૂ.300/-
  • તૃતીય તબક્કો -તારીખ:-06/01/2024 થી 06/01/2024 સુધી લેઇટ- રૂ.350/-

અંતિમ તારીખ:-06/01/2024 સુધી કોઇપણ સમયે student ની માહિતીમાં school કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહી.

વિધાર્થીનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ:-06/01/2024 (સત્રીના ૧૨ કલાક) સુધી કરી શકાશે.

બોર્ડની વેબસાઇટ પર ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઈન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.

નોંધ:- વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી કોઇપણ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version