ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો.આપણે મચ્છર ભગાડનાર રિફિલ ખાલી થઈ જાય પછી એને ફેંકી દઈએ છીએ, પણ આજે આપને બતાવીશું કે આ રિફિલ નો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકાય.
Instagram ના એકાઉન્ટ વર્લ્ડ ઓફ ચેતના માં ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તેનો સરસ મજાનો વિડિયો અપલોડ કરેલ છે.નીચે આપેલ પ્રોસેસ ને ફોલો કરીને અને વિડિયો જોઈને ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલ ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ.
1.સૌથી પહેલા તજ,લવિંગ, કપૂર ને જરૂરી માત્રામાં લઈને તેનો ભુક્કો કરી લો.
2.તેમાં જરૂરી માત્રામાં પાણી અને અતર અથવા સુગંધિત આવશ્યક તેલ ઉમેરો.
3. ત્યારબાદ પ્રવાહીને ગાળી લો અને તેને કન્ટેનરમાં ઉમેરો.
4.ત્યારબાદ આપ આ રીફિલનો અગાઉની જેમ ફરીથી ઉપયોગ કરી શકો છો.
આત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખ થી પણ વધારે લાઈક્સ મળેલ છે.
ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો