ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના

By P.Raval
2 Min Read

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના.હંગામી જગ્યાઓને લઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે ગુજરાત રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જાહેરાત કરવામાં આવી શકે છે. તેમજ વર્ગ 1 થી 4 ની હંગામી જગ્યાઓને કાયમી કરવા માટે વિગતો આજે મંગાવાઈ છે.

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા વિચારણા
  • ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી લેવામાં આવી શકે નિર્ણય
  • વર્ગ 1 થી વર્ગ 4ની હંગામી જગ્યા કાયમી કરવા માટે વિગતો મંગાવાઈ

3 દિવસ પછી ચંદ્રનો રંગ હશે લાલ,જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે મંગાવાઈ છે. જેમાં હંગામી જગ્યામાં હાલ આઉટ સોર્સિંગ કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તેવા કર્મચારીઓની નોંધ લખવાની સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના પત્રમાં હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળ છે જેનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં શું જાહેરાત કરવાનો નિર્ણય કર્યો?

રાજ્ય સરકારે તાજેતરમાં કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું અવસાન થાય તો ઉચ્ચક 14 લાખની સહાયનો લાભ વર્ગ-3 અને 4 ના કરાર આધારિત કર્મચારીને મળશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version