ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની અખબારી યાદી,જાણો સંપૂર્ણ માહિતી

By P.Raval
2 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સંકળાયેલ તમામ શાળાઓને જણાવવામાં આવે છે કે વર્ષ-૨૦૨૪ ની બોર્ડની જાહેર પરીક્ષાઓના આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થનાર છે. 

તે સંદર્ભે પરીક્ષાના આવેદનપત્રો ભરતા પહેલા school Registration અને પરીક્ષણ કાર્ય માટે Teacher Registration ની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીયાત છે. School Registration અને Teacher Registration ની પ્રક્રિયા નીચેની વેબસાઈટ પર ઓનલાઈન નીચે દર્શાવેલ તારીખોથી શરૂ કરી શકાશે.

આ પણ વાંચો :ગુજરાત સરકાર દ્વારા આજે દ્વારા કમ્પ્યુટર અધ્યયન વિષયની ફિ માં તોતિંગ વધારો

(૧) School Registratlon માટે :-schoolreg.gseb.org/

તારીખ – (૦૬/૧૦/૨૦૨૩)

 

(૨) Teacher Registration માટે :-

teacherreg.gseb.org

તારીખ :- (૦૭/૧૦/૨૦૨૩)

 

ચાલુ વર્ષે નોંધાયેલ તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હાલ ચાલુ શાળાઓએ માહિતી અદ્યતન (Update) કરવાની રહેશે. જેમાં School Registration માં મુખ્યત્વે ચાલુ વર્ષના તમામ ધોરણના ચાલુ વર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચુક ભરવાની રહેશે તથા શાળાનું નામ અને સરનામાની ખરાઈ કરવાની રહેશે. 

આ પણ વાંચો :ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો કર્મચારીઓના અહિતમાં મોટો નિર્ણય

જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, ચાલુ વર્ષે જે શાળાઓને નવા Index Number ફાળવવામાં આવ્યા છે તે શાળાઓએ તેમની ક્રમિક વર્ગની અરજી સમયે જે Email ID ભરવામાં આવ્યું હતું તે જ Email ID પર “Password” મોકલી આપવામાં આવેલ છે. 

જો Email ID ભરવામાં ભૂલ કરેલ હોય તો પાસવર્ડ મેળવવા માટેની રજૂઆત શાળાના લેટરપેડ પર gsebhelp@gmail.com Emall ID પર મોકલી આપવાની રહેશે. તેમજ Teacher Registratlonમાં શિક્ષકોની માહિતી અદ્યતન કરવાની રહેશે. જેમાં મુખ્યત્વે

આ પણ વાંચો :7th pay commission da hike: સવાર પડતાં જ કેન્દ્રીય કર્મચારીઓની ખુશીની કોઈ સીમા નથી, જાણો કેટલો થશે DAમાં વધારો.

(૧) નવા નિમણુંક થયેલા શિક્ષકો ઉમેરવા

(૨) છુટા થયેલ / રીટાયર્ડ થયેલ / રાજીનામું આપેલ શિક્ષકો inactive કરવા 

(૩) શિક્ષકશ્રીઓના હાલ ભણાવતા વિષય તેમજ અનુભવની વિગત, તેમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

 

વિભાગના અનુભવની વિગત તથા કુલ અનુભવની વિગત ચોકસાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી છે. સમગ્ર Data ની ચકાસણી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version