ગુજરાત સરકાર દ્વારા આજે દ્વારા કમ્પ્યુટર અધ્યયન વિષયની ફિ માં તોતિંગ વધારો , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તા.03/10/2023 ના રોજ મળેલ કારોબારી સમિતિના ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય રાખવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ અત્રેની કચેરીના સંદર્ભ-1 દર્શિત પત્ર અન્વયે માસિક 50/- Rs ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી હતી.
આ પણ વાંચો :ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો કર્મચારીઓના અહિતમાં મોટો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા આજે દ્વારા કમ્પ્યુટર અધ્યયન વિષયની ફિ માં તોતિંગ વધારો
ઉક્ત ફી માં વધારો કરવા બાબતે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત અત્રે મળેલ હતી જે અન્વયે તા.03/10/2023 ના રોજ મળેલ બોર્ડની કારોબારી સમિતિના ઠરાવ ક્રમાંક:668/2023 થી કમ્પ્યુટર અધ્યયન વિષય રાખવા ઇચ્છતી નોંધાયેલ અનુદાનિત(ગ્રાન્ટ-ઈન-એઈડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિમાસ ફી ના 50/- Rs ના બદલે 125/- Rs પ્રતિમાસ ફી લેવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે તેમજ તેનો અમલ ઓક્ટોબર-2023 ના માસથી કરવાનું ઠરાવેલ છે.
જે અન્વયે રાજ્યની તમામ બિનસરકારી અનુદાનિત(ગ્રાન્ટ-ઈન-એઈડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઓક્ટોબર- 2023થી કમ્પ્યુટર અધ્યયન વિષય માટે પ્રતિમાસ 125/- Rs ફી લેવાની રહેશે તેમજ તે અંગેની પહોંચ વિદ્યાર્થીને/વાલીને આપવાની રહેશે.