ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ શાળાના સંચાલકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાં માર્ચ-2024 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ 06/11/2023 ના રોજ બપોરે 14 કલાક થી તારીખ 15/12/2023 ના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે.
જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ પ્રકારના(નિયમિત, GSOS રેગ્યુલર, GSOS રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે, જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે.
GSEB ધોરણ -12 સામાન્ય પ્રવાહ માર્ચ 2024 પરીક્ષા ફી માળખું
વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.
1) નિયમિત વિદ્યાર્થી : 540/- Rs.
2) નિયમિત રીપીટર (એક વિષય) : 155/- Rs.
3) નિયમિત રીપીટર (બે વિષય) : 245/- Rs.
4) નિયમિત રીપીટર (ત્રણ વિષય) : 315/- Rs.
5) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): 540/- Rs.
6) પૃથ્થક ઉમેદવાર (એક વિષય) : 155/- Rs.
7) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): 245/- Rs.
8) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : 315/- Rs.
9) GSOS ઉમેદવાર (નિયમિત): 540/- Rs.
10)GSOS રીપીટર (એક વિષય): 155/- Rs.
11)GSOS રીપીટર (બે વિષય): 245/- Rs.
12)GSOS રીપીટર (ત્રણ વિષય): 315/- Rs.
13)GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): 540/- Rs.
નોંધ:-
ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.ઉપરોકત ફ્રી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.પ્રાયોગિક વિષયની વિષય દીઠ ફી 10/- Rs.રહેશે.