ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ, હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે
- ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં મોટા સમાચાર
- ભરતી પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર, ઓનલાઈન પરીક્ષા લેવા આયોજન
- ઉમેદવારો ની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવેલ છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરવામાં આવી છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ દિવસ પરીક્ષા લેવાશે. પ્રાથમિક માહિતી મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા ઓનલાઇન આપવાની રહેશે.
ગુજરાત રાજ્યમાં અગાઉ પેપરલીકની ઘટનાઓ બની ચૂકી છે. જોકે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે. વિગતો મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ છે. એટલે કે હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ પરીક્ષા ઓનલાઇનઆપવાની રહેશે. એક સાથે 15000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.
પરીક્ષા પદ્ધતિ ઓનલાઈન લેવાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કરતાં હવે પરીક્ષા પધ્ધતિ પેપરલેસ કરાઇ છે. આગામી દિવસોમાં યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે.મળતી વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.