ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો , જાણો આજે ક્યાં કેટલું તાપમાન

By P.Raval
4 Min Read
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: રાજ્યમાં ધીમીધારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત, અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ, 4 દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે

  • ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો
  • 4 દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે
  • અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો : રાજ્યમાં ધીમીધારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. મહત્વનું છે કે, 4 દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. આ સાથે અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ટફ ભુજમાં 19.2, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ડીસામાં 21, વડોદરામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ અને સુરતમાં 24, રાજકોટમાં 24.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો

હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.

 

વિક્રમ સંવત 2080 : PM મોદી અને ભાજપ માટે કેવું રહેશે નવું વર્ષ ?

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો:25 નવેમ્બર બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો.પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો:રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે. સવાર, સાંજ ઠંડીનો અહેવાસ થઈ રહ્યો છે. તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. (ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો)

જેથી હવે શિયાળ અગાઉ જ ફરી ચોમાસુ ત્રાટકે તેવી સ્થિતનું નિર્માણ થતું છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્રઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાનશાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો:હવામાન વિભાગના સતાવાર જાહેર થયેલ વિગત અનુસાર આગામી 25મી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. આગામી 5 દિવસ દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધશે. ઠંડીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવે અને અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. (ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો)

જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી અસર દેખાઈ તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની બોર્ડર સાથેના ગામોમાં વાતાવરણ પલટાની અસર દેખાઇ શકે છે.

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: વલસાડ,વાપી,ઉદવાડા,ધરમપુર અને સેલવાસના વાતાવરણમાં બદલાવ સાથે ક્યાક ક્યાક છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે. 24મી થી 26મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. જ્યારે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે.મજબૂત ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. હાલ આ આગાહીને લઈને ખેડૂતોની ચિંતા કરે છે. જીરૂ,ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.(ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો)

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version