અંબાજી ખાતે તારીખ 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

By P.Raval
2 Min Read

અંબાજી ખાતે તારીખ 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. ગુજરાત રાજ્યના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધઆમ અંબાજી ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ ના લીધે અંબાજી મંદિર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

3 દિવસ પછી ચંદ્રનો રંગ હશે લાલ,જાણો સંપૂર્ણ માહિતી.

પૂનમના દિવસે સવારે 6 કલાકે મંગાળા આરતી કરવામાં આવશે

આપને જણાવીએ કે પૂનમના દિવસે મંગાળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે, તો બીજી તરફ અંબાજીમાં દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 સુધીનો રહેશે. અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

  • ચંદ્રગ્રહણ ૨૮-૨૯ આેક્ટોબરની મધરાત્રે થશે
  • શક્તિપીઠ અંબાજી મંદિર બપોરે 3-30 વાગ્યાથી સંપૂર્ણ બંધ રહેશે
  • પાવાગઢ માં કાલિકાનું મંદિર પણ બપોર બાદ બંધ રહેશે
  • દ્વારકાધીશ મંદિર બપોરે ૩ વાગ્યાથી સદંતર બંધ કરાશે
  • અંબાજીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા પછી માતાજીના મંદિરને બંધ કરી દેવામાં આવશે

સવારે 6:30 થી 11:30 સુધી દર્શન સમય બાદ અંબાજી માં માતાજીને થાળ ધરાવ્યા પછી માના મંદિરને બંધ કરી દેવામાં આવશે. ચંદ્રગ્રહણ ના લીધે લીધે સાંજની આરતી બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી કરવામાં આવશે. જેથી સાંજની આરતીના સમયે મંદિર સંપુર્ણપણે બંધ રહેશે. પૂનમના બીજા દિવસે એટલે કે 29 ઓક્ટોબર 2023 ના રોજ મંદિર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version