ખાતરની અછતથી પરેશાન ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર,ચાર ફૂટબોલ મેદાન ભરાય તેટલું મોટું જહાજ મોરક્કોથી DAP લઈને મુંદ્રા પહોંચ્યું.
- અત્યાર સુધીનો DAP ખાતરનો સૌથી મોટો જથ્થો ગુજરાત આવી પહોંચ્યો
- મહાકાય જહાજમાાં 1 લાખ 82 MT ખાતર મુંદ્રામાં લવાયું
- મહાકાય જહાજને અદાણી મુન્દ્રા પોર્ટ પર લંગારવામાં આવ્યુ
વડાપ્રધાન મોદીએ તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભર્યા બાદ વાદળોની વચ્ચે કર્યું આ કામ
ગુજરાત રાજ્યમાં ખાતરની વધતી માંગ વચ્ચે આજે વિક્રમ જનક જથ્થો ગુજરાત આવી પહોંચ્યો હતો. ત્યારે અત્યાર સુધીનો સૌથી મોટો DAP ખાતરનો જથ્થો ગુજરાતમાં પહોંચ્યો હતો. મોરક્કોનાં જોર્ફ લાસ્ફર પોર્ટથી DAP ખાતરનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. 4 ફૂટબોલનાં મેદાન જેટલા જહાજમાં ખાતરનું ઈમ્પોર્ટ કરાયું હતું. મહાકાય જહાજમાં 1 લાખ 82 મેટ્રીક ટન ખાતર મુંદ્રામાં લવાયું હતું. મહાકાય જહાજને અદાણી મુન્દ્રા પોર્ટ પર લંગારવામાં આવ્યું છે.
DAP ખાતરનો કેન્દ્રએ મોકલાવેલો જથ્થો ગુજરાત આવી ગયો છેઃ કૃષિ મંત્રી
રાજ્યમાં શિયાળુપાકના વાવેતર માટે ખેડૂતો પોતાના ખેતરમાં મહેનત કરી રહ્યા છે..તેવામાં યુરિયા અને DAP ખાતરની અનેક જિલ્લાઓમાં અછત હોવાની ફરિયાદો ઉઠી છે.જેને લઇ વીટીવી ન્યૂઝે ખાતરની અછત અંગે રિયાલિટી ચેક હાથ ધર્યું. જેમાં અનેક ખાતર વિતરણ કેન્દ્રોમાં ખાતરની અછત હોવાનો ખુલાસો થયો. ખાતરની અછતને લઇને વીટીવી ન્યૂઝે સમગ્ર મામલે શુક્રવારે કૃષિમંત્રીને સવાલ કર્યો. તો તેમણે ખાતરની અછતને લઇને જણાવ્યું કે, DAP ખાતરનો કેન્દ્રએ મોકલાવેલો જથ્થો ગુજરાત આવી ગયો છે. જેથી ખાતર વિતરણ કેન્દ્રો પર DAP અને યુરિયા ખાતરનો જથ્થો મળી રહેશે.