આજે ગુજરાત સરકારની વર્ગ-૪ ના કર્મચારીઓને વર્ષ 2022-23 માટે એડહોક બોનસ ચુકવવાની મોટી જાહેરાત 

By P.Raval
3 Min Read

આજે ગુજરાત સરકારની વર્ગ-૪ ના કર્મચારીઓને વર્ષ 2022-23 માટે એડહોક બોનસ ચુકવવાની મોટી જાહેરાત , રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4 ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને 2022-23 હિસાબી વર્ષ માટે 30 (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા રૂ. 7000/- ની રહેશે. આ હુકમના હેતુ માટે:

એડહોક બોનસનો લાભ નીચેની શરતોને આધીન રહીને મળવાપાત્ર થશે:

  • એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-4 ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.
  • તા. 31/03/2023 ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2022-23 ના વર્ષ દરમ્યાન જેમણે ઓછામાં ઓછી 6(છ) મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ0નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાની સંખ્યા (નજીકના આખા મહિનામાં) ના આધારે ગણવામાં આવશે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના

 

  • આ હુકમો હેઠળ મળવાપાત્ર એડહોક બોનસનું પ્રમાણ તારીખ 31/03/2023 ના રોજ મળવાપાત્ર મળતરના આધારે રહેશે.
  • એડહોક બોનસની ગણતરી સરેરાશ પગાર/ગણતરી માટેની મર્યાદા એ બે માંથી જે ઓછી હોય તે મુજબ નક્કી કરવાની રહેશે. એક દિવસની એડહોક બોનસની ગણતરી માટે એક વર્ષના સરેરાશ વળતરને 30.4 થી ભાગવાનું રહેશે. ત્યારબાદ જેટલા દિવસનું એડહોક બોનસ મંજુર કરેલ હોય તેટલાએ તેનો ગુણાકાર કરવાનો રહેશે. દા.ત. પાંચમા, છઠ્ઠા અને સાતમા પગારપંચ મુજબ જ્યાં રૂ.7000/- થી વધુ પગાર હોય ત્યાં મહત્તમ મર્યાદા રૂ. 7000/- ધ્યાને લેતાં,
  • 30 દિવસનું એડહોક બોનસ= 7000 X 30 ÷ 30.4 = રૂ. 6907.89 (પુરા રૂપિયામાં 6908/-) થશે.
  • આ હુકમો હેઠળની બધી ચુકવણી નજીકના આખા રૂપિયામાં ગણવામાં આવશે.
  • વર્ષ 2022-23 દરમિયાન બોર્ડ અને નિગમમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા વર્ગ-4 ના કર્મચારીઓ પણ સંબંધિત બોર્ડ/નિગમોમાંથી એડહોક બોનસ મેળવવાને પાત્ર થશે. તેમણે સંબંધિત બોર્ડ/નિગમોના હુકમો હેઠળ એડહોક બોનસનો લાભ મેળવેલ હશે તેવા કર્મચારીઓને આ હુકમો અન્વયે એડહોક બોનસ મળવાપાત્ર થશે નહીં. આ હુકમો હેઠળની ચુકવણી જે તે વિભાગના સંબંધિત વિભાગના અનુદાન હેઠળના વેતન હેઠળના વિગતવાર સદર બોનસ ખાતે ઉધારવાનું રહેશે.

શિક્ષણમંત્રીની DEO-DPO અંગે કરી મોટી જાહેરાત

  • રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનોમાં ફરજ બજાવતા વર્ગ-4 ના કર્મચારીઓને પણ આ હુકમો લાગુ પડશે. પરંતુ બોનસ એક્ટ હેઠળ જે બોર્ડ/કોર્પોરેશનમાં જે કર્મચારીઓને બોનસ ચુકવવામાં આવતું હશે તેઓને આ હુકમમાં જણાવ્યા મુજબનું એડહોક બોનસ ચુકવવાનું રહેશે નહીં.
  • ઉપર્યુક્ત હુકમો વર્ગ-4 ના રાજ્ય સરકારના, પંચાયતના અને પગારભથ્થાની 100% ટકા સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓ કે જેના વર્ગ-4 ના કર્મચારીઓને સરકારશ્રીની મંજુરીથી અગાઉ બોનસ અપાયેલ હોય તેવી સંસ્થાના વર્ગ-4 ના કર્મચારીઓને લાગુ પડશે. ઉપર દર્શાવેલ અનુદાન મેળવતી સંસ્થાઓ માટે આ હુકમથી થતુ ખર્ચ સહાયક અનુદાનના નિયત ઢાંચા પ્રમાણે અનુદાન માન્ય ખર્ચ તરીકે ગણવાનું રહેશે.
  • મંત્રીમંડળના મહેકમ ઉપરના વર્ગ-4 ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં આ લાભ આપવાનો રહેશે.

 

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version