ગુજરાત રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક વિહોણી,ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પટાવાળા, ક્લાર્ક અને ગ્રંથપાલની ભરતી કરવા માટે સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક નથી જ્યારે 800 જેટલી શાળામાં પટાવાળા જ નથી. આ સિવાય 3000 જેટલી શાળાઓમાં ગ્રંથાલય છે પરંતુ ગ્રંથપાલ નથી. મંડળે તેની રજૂઆતમાં – જણાવ્યુ છે કે, છેલ્લા 20 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી જ્યારે 13 વર્ષથી ક્લાર્ક કે પટાવાળાની ભરતી જ કરવામાં આવી નથી.
State Education Achievement Survey(SEAS) શું છે?,જાણો સંપૂર્ણ માહિતી
સંચાલક મંડળે તેની રજૂઆતમાં જણાવ્યુ છે કે, ધોરણ 11 અને 12 ના વર્ગોવાળી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં જ્યાં 3000 પુસ્તકો વસાવેલ હોય ત્યાં 1 ગ્રંથપાલ મળવાપાત્ર છે તેમજ ગ્રંથપાલની શૈક્ષણિક લાયકાત પણ નિયત થયેલ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં અંદાજે 3000 થી વધુ ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા વાંચે ગુજરાતના કાર્યક્રમો દર વર્ષે ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા પરંતુ સરકાર દ્વારા વર્ષ-1996 બાદ ગ્રંથપાલની ભરતી જ કરવામાં આવી નથી. આ સિવાય શાળાની વહિવટી કામગીરી માટે ક્લાર્ક ખુજ જ જરૂરી હોય છે.
આ સિવાય મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓમાં પટાવાળા જ નથી. વર્ષ-2009 બાદ ક્લાર્ક અને પટાવાળાની ભરતી જ કરવામાં આવી નથી. જેથી સરકાર દ્વારા આ દીશામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેની સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. શાળામાં કાયમી ક્લાર્ક ન હોવાથી દૈનિક કામગીરી ખોરંભે પડે છે અને રાજ્યની સંખ્યાબંધ ગ્રાન્ટે શાળાઓમાં આચાર્ય દ્વારા શાળા શરૂ કરવાનો ઘંટ વગાડવામાં આવે છે કારણ કે ત્યાં સેવક નથી. આ સિવાય જે શાળામાં ક્લાર્ક નથી ત્યાં આચાર્યએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવવા પડે છે.