આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ રવિવારે એટલે કે આજે તિરુવનંતપુરમ ના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ માં રમાશે. મેચના એક દિવસ પહેલા, શનિવારે બપોરે ભારે વરસાદ ના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે તેનું પ્રેક્ટિસ સત્ર અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ભારતને આપેલા 209 રન ના ટાર્ગેટને ટીમ ઈન્ડિયા એ છેલ્લા બોલ પર હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો રવિવારે 26 નવેમ્બરે તિરુવનંતપુરમ માં ટકરાશે.
ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બરાબરી કરવા પ્રયત્ન કરશે. ચાહકોની એક જ ઈચ્છા હશે કે પ્રથમ T20ની જેમ અહીં પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થવો હોવો જોઈએ. જો કે તિરુવનંતપુરમના હવામાનને ખતરો મંડરાઈ રહ્યો છે.
T20 શ્રેણીની બીજી મેચ આજે રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લા એક વર્ષમાં આ મેદાન પર આ ત્રીજી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
હાર્દિક પંડ્યાની વિદાય બાદ કોણ બનશે ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન? આ ખેલાડીનું નામ સૌથી આગળ
આ અગાઉ જાન્યુઆરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઈ હતી, જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી. આજે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે.
જો કે આ મેચને લઈને હવામાન ની દખલગીરીની શક્યતા છે. મેચના એક દિવસ અગાઉ શનિવારે બપોરે શહેરમાં ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રેક્ટિસ સેશન અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.
આ પછી મેદાનમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. જો કે ગ્રાઉન્ડ સ્ટાફે સમયસર પીચને કવર કરેલ હતી, જેના કારણે તેને કોઈ નુકસાન થયેલ ન હતું, પરંતુ બાકીના ભાગોમાં ઘણું પાણી જમા થઈ ગયેલ હતું.
મુખ્ય વાત એ હતી કે વરસાદ લાંબો સમય ન ચાલ્યો અને પાણી સુકાઈ ગયું. આ પછી ટીમ ઈન્ડિયાએ કોઈપણ સમસ્યા વિના સાંજે તેનું પ્રેક્ટિસ સેશન કર્યું. જો કે આ પછી પણ રવિવારે વરસાદની શક્યતા છે.
વરસાદ બપોરના 2 વાગ્યાની આસપાસ પડી શકે છે. જો કે રાત્રીના 3 વાગ્યા પછી વરસાદની કોઈ શક્યતા નથી. તેમ છતાં, તેની ગ્રાઉન્ડ પર કેટલી અસર થાય છે અને સાંજે 7 વાગ્યે શરૂ થનારી મેચ પહેલા તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે કે કેમ તેના પર દરેક ની નજર રહેશે.