ગુજરાત રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓનો પગાર વધારવા બાબત નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા આજરોજ વર્ગ-3 અને વર્ગ-4ની તમામ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવેલ છે. જે ઠરાવનો લાભ રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓને આપવા બાબતનો પરિપત્ર કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ની તમામ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલ કર્મચારીઓના ફિક્સ પગાર સુધારવા અંગેના ઠરાવનો લાભ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને આપવા બાબત.
ગુજરાત રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓનો પગાર વધારવા બાબત
ઉપર્યુક્ત વિષય તથા સંદર્ભ પરત્વે જણાવવાનું કે, નાણા વિભાગના તા.18/10/2023ના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ની તમામ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવેલ છે. જે ઠરાવનો લાભ રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓને આપવા બાબતે ની માહિતી સત્વરે મોકલી આપવા વિનંતી કરેલ છે.
— MyGujju (@MyGujju) November 3, 2023