- JIO VALUE PLANS ની 155 રૂપિયાથી શરૂઆત.
- JIO ના આ લિસ્ટમાં ત્રણ VALUE PLANS પણ ઉપલબ્ધ છે.
- 28 દિવસ, 84 દિવસ અને 336 દિવસની વેલિડિટી મળે છે.
રિલાયન્સ JIO પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ કારણ છે કે JIO દેશની સૌથી મોટી અને નંબર વન ટેલીકોમ કંપની છે.
JIO પાસે રિચાર્જ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. JIO ના આ લિસ્ટમાં ત્રણ VALUE PLANS પણ ઉપલબ્ધ છે. જેમાં યૂઝર્સને શાનદાર બેનિફિટ્સ મળે છે.
રિલાયન્સ JIO દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. JIO હંમેશા પોતાના ગ્રાહકો માટે સસ્તા પ્લાન્સ ઓફર કરે છે. યૂઝર્સની સુવિધા માટે JIOએ પોતાના પોર્ટફોલિયોને ઘણા સેગમેન્ટમાં ડિવાઇડ કરી રાખ્યો છે.
આ લિસ્ટમાં એક વેલ્યૂ પ્લાનનું સેક્શન પણ છે. તેમાં રિલાયન્સ JIO તરફથી ગ્રાહકોને ત્રણ ધમાકેદાર રિચાર્જ પ્લાન્સ આપવામાં આવી રહ્યાં છે.
JIO ના વેલ્યૂ પ્લાન્સ લિસ્ટમાં જે રિચાર્જ પ્લાન્સ છે, તેમાં યૂઝર્સને 28 દિવસ, 84 દિવસ અને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે કંપનીએ અહીં પણ શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્લાન પસંદ કરવાની સુવિધા આપે છે. આવો આ કેટેગરીમાં મળનાર પ્લાન્સ વિશે વિગતવાર જાણકારી આપીએ.
ફ્લિપકાર્ટની જોરદાર ઓફર: માત્ર રૂ. 11,599માં iPhone 13 ખરીદો
1.JIO નો 155 રૂપિયાનો વેલ્યૂ પ્લાન
JIO ના વેલ્યૂ પ્લાનના લિસ્ટમાં આ સૌથી નાનો પ્લાન છે. જો તમે તમારા નંબર પર 155 રૂપિયાથી રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં 28 દિવસ સુધી ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
આ સિવાય સાથે 300 એસએમએસ મળે છે. પરંતુ આ પ્લાન તે લોકો માટે નથી જેને ડેટાની વધુ જરૂર પડે છે. આ પ્લાનમાં યૂઝર્સને માત્ર 2જીબી ડેટા વેલિડિટી દરમિયાન ઓફર કરે છે.
2.JIO નો 395 રૂપિયાનો વેલ્યૂ પ્લાન
JIO ના આ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે તમે 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની મજા લઈ શકો છો.
તેમાં યૂઝર્સને 1000 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને વેલિડિટી દરમિયાન 6જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. તેમાં ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન આપે છે.
3.JIO નો 1559 રૂપિયાવાળો પ્લાન
JIO ના વેલ્યૂ પ્લાન્સના લિસ્ટમાં આ સૌથી મોંઘો પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 336 દિવસ એટલે કે 11 મહિના જેટલી વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમે અનલિમિટેડ કોલિંગનો ફાયદો લઈ શકો છો.
આ પ્લાનમાં યૂઝર્સને વેલિડિટી દરમિયાન 24જીબી ડેટાનો લાભ મળે છે. તેમાં કંપની 3600 SMS ઓફર કરે છે. આ પ્લાનમાં તમે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનો ફાયદો ઉઠાવી શકો છો.