દિવાળી બાદ ગુજરાતના દરેક જિલ્લાને મળશે DEO-DPO, શિક્ષણમંત્રીએ કર્યું એલાન.શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી જણાવ્યું છે કે દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે.
- દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે
- દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPO
- જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની થશે નિમણૂક
- શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી મોટી જાહેરાત
GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા 2024 ના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ
ગુજરાતના શિક્ષણ વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવાળી બાદ શિક્ષણ વિભાગની ખાલી વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ખાલી જગ્યા ભરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે.
ભરતીમાં અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે
નોંધનિય છે કે રાજ્યમાં 39 DEO-DPOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો ઉકેલાતા નથી. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. DEO-DPOની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે DEO-DPOઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.