ગુજરાત રાજ્યના તેજસ્વી વિધાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના માં સુધારો
પ્રસ્તાવના
ગુજરાત રાજ્યના તેજસ્વી વિધાર્થીઓ માટે વંચાણે લીધેલા ક્રમ-1 પરના શિક્ષણ વિભાગના તા.07/06/2023 ના ઠરાવથી ધોરણ-1 થી 8 માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત અને રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ શાળાઓમાં ધોરણ-9 માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી બાળકોને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના અમલમાં મુકવા વિગતવાર જોગવાઇઓ સાથે ઠરાવ કરવામાં આવેલ છે.
વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇને મહત્તમ વિધાર્થીઓને શાળાઓની પસંદગીમાં વધુમાં વધુ વિકલ્પ મળી રહે તે હેતુસર આ ઠરાવમાં સુધારાઓ કરવાની બાબત સરકારશ્રીના સક્રિય વિચારણા હેઠળ હતી.
સુધારા ઠરાવ
પુખ્ત વિચારણાને અંતે, શિક્ષણ વિભાગના તા.07/06/2023 ના ઠરાવમાં નીચેના કોષ્ટકના કોલમ-2 ની સામે કોલમ-3 મુજબનો સુધારો કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત
હાલની જોગવાઈ
1.વિધાર્થીએ જે અનુદાનિત શાળામાંથી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કર્યો તે અનુદાનિત શાળા
2.કોઈપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા
3.નિયામકશ્રી, શાળાઓ દ્વારા શાળાઓની પસંદગીના ધારાધોરણ
4.ઉપર 3 (i) ના કિસ્સામાં નીચે મુજબની ચારેય શરતો પૂર્ણ કરે તેવી સ્વ-નિર્ભર અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો નિયામકશ્રી શાળાઓ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવાનો રહેશે.
સુધારેલ જોગવાઈ
1.જોગવાઇ રદ કરવામાં આવે છે.
2.કોઇપણ સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા
3.નિયામકશ્રી, શાળાઓ દ્વારા સ્વ-નિર્ભર શાળાઓની પસંદીના ધારાધોરણ
4.ઉપર ૩ (i) ના કિસ્સામાં નીચે મુજબની ચારેય શરતો પૂર્ણ કરે તેવી સ્વ-નિર્ભર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો નિયામકશ્રી શાળાઓ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવાનો રહેશે.
આ યોજનાની બાકીની જોગવાઈ અને શરતો શિક્ષણ વિભાગના તા.07/06/2023 ના સમાનાંકી ઠરાવ અનુસાર યથાવત રહેશે.