ગુજરાત સરકારનો શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબત મહત્વનો નિર્ણય

P.Raval
By P.Raval
2 Min Read
Important decision of Gujarat government regarding education
Important decision of Gujarat government regarding education
Important decision of Gujarat government regarding education

આજરોજ ગુજરાત સરકારનો શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા સંસદમાં “ધી રાઇટ ઑફ ચિલ્ડ્રન ટુ કી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯” પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે. તથા, આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ-૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આર.ટી.ઈ એકટ-૨૦૦૯ની કલમ-૧૭ ની જોગવાઈ મુજબ કોઇપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહિ.

7મું પગારપંચ સપ્ટેમ્બર 2023 : તહેવારોની સિઝન પહેલા ચમકશે કેન્દ્રીય કર્મચારીઓનું નસીબ , તેમને મળશે આ બે ભેટ

આમ છતાં, રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ અત્રેની કચેરીનાં યાન પર આવેલ છે અને આ અંગે માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (શિક્ષણ)એ સંદર્ભ-૧ અન્વયે ખાસ તકેદારી રાખવા જણાવેલ છે. આવી ઘટના ખૂબ જ દુ:ખદ અને નિંદનીય છે જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આથી આવી ઘટના કોઇ પણ સંજોગોમાં ચલાવી શકાય નહી, વિદ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ પુરૂ પાડવું એ આપણા સૌની ખાસ જવાબદારી અને ફરજ છે.

ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

- - Join For Latest Update- -

આપની કક્ષાએથી ફરી આવી ઘટના ન બને તે માટે આપના તાબા હેઠળ આવતી તમામ સરકારી/ગ્રાન્ટેડ, ખાનગી કે કોઇ પણ પ્રકારની શાળાઓ તથા સંસ્થાઓને પુનઃ જરૂરી સુચનાઓ આપશો અને આવી ઘટના બને તો જવાબદારો સામે તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી કરી હકીકતલક્ષી અહેવાલ અત્રેની કચેરીએ બિનચૂક રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.

Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment