2023 Honda Dio 125 Repsol Edition:
દેશના ટુ વ્હીલર સેગમેન્ટમાં, હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ તેનું સ્કૂટર Honda Dio 125 Repsol Edition રજૂ કર્યું છે. આ પહેલા કંપનીએ Hornet 2.0 પણ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ સ્કૂટરમાં તમને પાવરફુલ એન્જિન મળે છે. જે વધુ પાવર અને ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ સ્કૂટર ઘણી આધુનિક સુવિધાઓ સાથે આવે છે. જે તેને ચલાવવાનો અનુભવ વધુ સારો બનાવે છે. આજે અમારા રિપોર્ટમાં અમે કંપનીના આ સ્કૂટરના ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત વિશે વાત કરીશું.
આ પણ વાંચો: માત્ર રૂ. 31,880માં આજે જ ખરીદો સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, તમને મળશે 60KMની પાવરફુલ એવરેજ
Honda Dio 125 Repsol Edition ની એન્જિન વિગતો
કંપનીએ તેનું સ્કૂટર Honda Dio 125 Repsol Editionને સ્પોર્ટી લુક સાથે તેમજ નવા Ross White અને Vibrant Orange કલર કોમ્બિનેશન સાથે રજૂ કર્યું છે. તેમાં 4 સ્ટ્રોક BSVI OBD2 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 123.92 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન મહત્તમ 8.28 bhp પાવર અને 10.4 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આમાં કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપ્યું છે.
આ સ્કૂટરની બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેકનું કોમ્બિનેશન છે. તેની સસ્પેન્શન સિસ્ટમ વિશે વાત કરીએ તો, તમને આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં 3 સ્ટેપ એડજસ્ટેબલ સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક સસ્પેન્શન મળે છે. આ કંપનીનું પાવરફુલ સ્કૂટર છે. જે ઘણી આધુનિક સુવિધાઓ સાથે આવે છે.
આ પણ વાંચો: samsung galaxy A54 neo: સેમસંગનો સ્ટાઇલિશ રંગબેરંગી સ્માર્ટફોન, કેમેરા અને બેટરી છે અદભૂત, જાણો ફીચર્સ
હવે જો તમે Honda Dio 125 Repsol Edition સ્કૂટરની કિંમત વિશે જાણવા માગો છો. તો તમને જણાવી દઈએ કે આ સ્કૂટરને માર્કેટમાં 92,300 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે કંપની 10 વર્ષની વોરંટી આપે છે. જેમાં 3 વર્ષની સ્ટાન્ડર્ડ અને 7 વર્ષની વૈકલ્પિક વોરંટી સામેલ છે.