શૈક્ષિણક વર્ષ 2023-24 માટે Online Annual Inspection Report આ તારીખ સુધી ભરી શકાશે.

P.Raval
By P.Raval
1 Min Read
Online Annual Inspection Report,Annual Inspection Report ,GSEB,PASSWORD

Online Annual Inspection Report :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSEB ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વહીવટી કર્મચારીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ 2023-24 માટે Online Annual Inspection Report ભરવાની કામગીરીનો સમયગાળો તા.07/11/2023 થી તા.15/12/2023 સુધીનો નક્કી કરવામાં આવેલ હતો.

જે લંબાવીને તા.30/12/2023 સુધી કરવામાં આવે છે. શાળા દ્વારા બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા ir.gseb.org પરથી શાળાનાં ઇન્ડેક્ષ નંબર તથા PASSWORD નો ઉપયોગ કરી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે Annual Inspection Report ભરી શકાશે.

Online Annual Inspection Report ભરવા અંગેની સૂચના GSEB બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. નિયત સમયમર્યાદામાં તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે Annual Inspection Report ફરજિયાત ઓનલાઇન ભરવા જણાવવામાં આવે છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment