આ કારણથી હવેથી ધોરણ 12 પાસ ઉમેદવાર નહિ આપી શકે તલાટીની પરીક્ષા

P.Raval
By P.Raval
1 Min Read
Due to this reason candidates who have passed class 12 cannot appear in Talati exam

ગુજરાતમાં તલાટી બનવા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવેલ છે.તલાટી માટે 12 પાસની લાયકાતમાં ફેરફાર કરીને સ્નાતક કરવામાં આવેલ છે.આ નિર્ણયની હજારો સરકારી નોકરી કરવા માંગતા યુવાનો પર અસર થશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયેલ છે. તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવેલ છે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લાયકાત અંગેનો ફેરફાર કરવામાં આવ્યો છે. પંચાયત સેવા GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ ને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. જેથી હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની પરીક્ષા સ્નાતક પાસ કક્ષાએ લેવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તેવુ મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે.

 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment