GSEB ધોરણ ૧૦ ના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ ક્યાં સુધી લંબાવાઈ? જાણો

P.Raval
By P.Raval
1 Min Read

GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધો-૧૦ માર્ચ-૨૦૨૪ ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ:- ૧૧/૧૨/૨૦૨૩ સુધી હતી, ત્યારબાદ તારીખ:- ૧૨/૧૨/૨૦૨૩ થી તા.૦૨/૦૧/૨૦૨૪ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફી ના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે.

  • પ્રથમ તબક્કો- તારીખ:-૧૨/૧૨/૨૦૨૩ થી ૨૧/૧૨/૨૦૨૩ સુધી લેઇટ- રૂ.૨૫૦/-
  • દ્રીતીય તબક્કો – તારીખ:-૨૨/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪ સુધી લેઇટ- રૂ.૩૦૦/-
  • તૃતીય તબક્કો -તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ થી ૦૨/૦૧/૨૦૨૪ સુધી લેઇટ- રૂ.૩૫૦/-

અંતિમ તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ સુધી કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી લાગશે નહીં.

વિદ્યાર્થીનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ:-૦૨/૦૧/૨૦૨૪ (રાત્રીના ૧૨ કલાક) સુધી કરી શકાશે.

બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.

નોંધ:- વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી કોઇપણ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.

- - Join For Latest Update- -

 

Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment