હવેથી ડિગ્રી એન્જિનિયરિંગ માં એટીકેટી સોલ્વ કરવાના સમયમાં ઘટાડો : અગાઉ એટીકેટી આવી હોય તો તેને પાસ કરવાના ચાર વર્ષ અપાતા હતા. જેના કારણે પરીક્ષાનું શિડ્યુલ લાંબુ અને કામગીરી વધતી હોવાથી નિર્ણય .
- ડિગ્રી એન્જિનિયરિંગ માં એટીકેટી સોલ્વ કરવાના સમયમાં ઘટાડો
- યુ જી સી એ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી
- વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસ સાથે એટીકેટી સોલ્વ માટે વધુ બે વર્ષ મળશે
- આ સમયમાં અગાઉના સેમેસ્ટર ની પરીક્ષા પાસ કરવાની રહેશે
હવેથી ડિગ્રી એન્જિનિયરિંગ માં એટીકેટી સોલ્વ કરવાના સમયમાં ઘટાડો
યુ જી સી ન્યુ ગાઈડલાઇન્સ: ડીગ્રી એન્જિનિયરિંગ એટીકેટી સોલ્વ કરવાના સમયગાળાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એમ છે કે ડિગ્રી એન્જિનિયરિંગમાં એટીકેટી સોલ્વ કરવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઇને UGC એ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનીય છે કે અગાઉ વિદ્યાર્થીઓને એટીકેટી સોલ્વ કરવા ચાર વર્ષ મળતા હતા જેને બદલે હવે નવા નિયમ મુજબ એટીકેટી સોલ્વ કરવા ચારને બદલે હવે બે વર્ષ મળશે.
અગાઉ ડિગ્રી એન્જિનિયરિંગમાં એટીકેટી ની પરીક્ષા પાસ કરવા માટે ચાર વર્ષ વખાતા હતા જોકે હવે UGC એ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ વધારાના બે વર્ષમાં અગાઉના સેમેસ્ટર ની પરીક્ષા પાસ કરવાની રહેશે જેથી ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાના બે વર્ષમાં ફરજિયાત એ રીતે સોલ્વ કરવાની રહેશે. મહત્વનું છે કે પરીક્ષાનું લાંબુ આયોજન અને સમય વીરભાતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.