ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. જે અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી.
- મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની તારીખ બદલાઈ
- ચૂંટણી પંચે શુક્રવારે આ બાબતે જાહેરાત કરી
- આ અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી
મિઝોરમમાં થયેલ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતગણતરીની તારીખને લઈને બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. આ અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી. ચૂંટણી પંચે કહ્યું કે તારીખ બદલવાની માંગને ધ્યાનમાં રાખીને હવે મતગણતરી 4 ડિસેમ્બરે 2023 સે થશે.
તારીખ કેમ બદલવામાં આવી?
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવા માટે ઘણી રજીઓ કરવામાં આવી હતી. આ વિનંતીઓ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે મતગણતરી તારીખ બદલવાનો નિર્ણય કર્યો હતો. હકીકતમાં મિઝોરમમાં મતદાન પહેલા જ મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. તેનું કારણ એ હતું કે 3 જી ના ડિસેમ્બર રોજ રવિવાર હતો.
વાસ્તવમાં મિઝોરમ માટે રવિવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. મિઝોરમમાં 87 ટકાથી વધુ વસ્તી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારને ધાર્મિક દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે, મિઝોરમના ગામડાઓ અને શહેરોમાં ચર્ચ સેવાઓ કરવામાં આવે છે. સાદી ભાષામાં, આ દિવસે ખ્રિસ્તી લોકો તેમનો દિવસ ભગવાન માટે સમર્પિત કરે છે.
આથી મતગણતરી તારીખ બદલવાની અરજીઓ થઈ હતી. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સર્વ સંમત થયા હતા. તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને પત્રો પણ લખ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. તેમાં રાજકીય પક્ષો અને એનજીઓના પ્રમુખોની પણ સહી હતી. તમને જણાવી દઈએ કે મિઝોરમ વિધાનસભામાં કુલ 40 સીટો છે. અહીં 7 નવેમ્બરે મતદાન થયેલ હતું. આ વખતે રાજ્યમાં કુલ 78.40 % મતદાન થયું હતું.