હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો: આગામી 48 કલાક અતિભારે, ભારે વરસાદની પણ આગાહી

P.Raval
By P.Raval
2 Min Read
હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો

હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો:દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની પર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’માં તબ્દીલ થઈ જશે.’

  • દક્ષિણ આંદામાન સમુદ્ર પર નું લો પ્રેશર વધ્યું
  • આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે
  • ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી નજીક દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધતા જતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા (IMD) ચેતવણી જાહેર કરીને બંગાળની ખાડીમાં હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર થવા જઈ રહ્યો છે તે અંગે જણાવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકશે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણ દિશામાંમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધારે ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ પરિવર્તિત થઈ જશે.’

 

આજ થી ગુજરાતના કયા શહેરમાં શરૂ થશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ,જાણો સંપૂર્ણ માહિતી

- - Join For Latest Update- -

ભારે વરસાદ થવાની સંભાવના

નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2023 સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આંદામાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 નવેમ્બર 2023ના રોજ ભારે વરસાદની શક્યતા છે.

ભારે પવન સાથે વરસાદની સંભાવના

પ્રતિ કલાકે 25-45 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરના રોજ પ્રતિ કલાકે 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 ડિસેમ્બર સુધી પ્રતિ કલાકે 50-70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment