આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. શરૂઆત એક પછી એક ત્રણ વિકેટ પડ્યા બાદ કોહલી અને રાહુલ ઈનિંગ આગળ ધપાવી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી.
એક પેલેસ્ટાઇન સમર્થક અચાનક મેદાનમાં ઘુસી આવ્યો હતો, વિરાટ કોહલીની નજીક જઈને તેને પકડી લીધો. તેના ખભા પર હાથ પણ મૂક્યો હતો. જોકે, સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક મેદાનમાં બહાર ખસેડવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયા 15મી ઓવરમાં બેટિંગ કરી રહી હતી તે દરમિયાન એક પેલેસ્ટાઇન સમર્થક સુરક્ષા તોડીને ધ્વજ સાથે મેદાનમાં ઘૂસી આવ્યો હતો. એટલું જ નહીં કોહલી પાસે પહોંચી ગયો હતો. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની ટીમ : ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા,જોશ હેઝલવુડ.