Gujarat: સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે ત્યારે પ્રવાસન તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્રએ કમર કસી છે અહીંયા અત્યાર સુધી 17 જેટલા પ્રોજેક્ટો છે.
- SOUમાં પ્રવાસીઓ ઉમટ્યા
- દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ધસારો
- ઇ-બસ સેવા બની આકર્ષણનું કેન્દ્ર
દિવાળી વેકેશનને લઈ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે ત્યારે પ્રવાસન તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્રએ કમર કસી છે. અહીંયા અત્યાર સુધી 17 જેટલા પ્રોજેક્ટો છે. અને હાલમાં 31 ઓક્ટોમ્બરે PM મોદીએ નવા 7 પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.
પ્રવાસીઓથી ‘ફૂલ’ SOU
જેમાં ગ્રીન ઈનિશિયેટિવ હેઠળ 30 ઇ-બસો અને 210 પબ્લિક બાઇક શેરિંગના લોન્ચ સહિત પાંચ પ્રોજેક્ટ ખુલ્લા મુકાયા હતા. અહીં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે મોટી મોટી હોટલો બનાવવામાં આવી છે અને પ્રવાસીઓ માટે સત્તામંડળ દ્વારા સુવિધાઓ પણ કરવામાં આવી છે. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ આકર્ષણ જોવાનું છે તો તે છે જંગલ સફારી. આ જંગલ સફારી દેશનું સૌથી મોટુ જંગલ સફારી બની ગયું છે. જ્યાં સહેલાણીઓ ભારતભરના જ નહિ વિદેશી પ્રાણીઓને પાંજરા વગર નીહાળી ખુલ્લા માં ફરતા જોવા મળી રહ્યા છે.
સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી
કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ આકર્ષણ જો રહેવાનું છે તો તે છે જંગલ સફારી. આ જંગલ સફારી દેશનું સૌથી મોટુ જંગલ સફારી બની ગયું છે. જ્યાં સહેલાણીઓ ભારતભરના જ નહિ વિદેશી પ્રાણીઓને પાંજરા વગર નીહાળી ખુલ્લામાં ફરતા જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ આ જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલો છે. નર્મદા જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી છે અને જેને જોવા સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
Gujarat માં દેશભરમાંથી ઉમટ્યા પ્રવાસીઓ
અહીં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે મોટી મોટી હોટલો બનાવવામાં આવી છે અને પ્રવાસીઓ માટે સત્તામંડળ દ્વારા સુવિધાઓ પણ કરવામાં આવી છે એટલે અહીં એકવાર આવેલ પ્રવાસી બીજી કોઈ જગ્યા જતા નથી અને વારંવાર અહીં આવે છે. જેને લઈ આજે ગુજરાતનું કેવડિયા (એકતાનગર) હવે વિશ્વફલક પર પહોંચી ચૂક્યું છે. ત્યારે આ દિવાળી વેકેશનમાં હોટલો પણ ફૂલ બુકીંગ થઇ ગઈ છે અને આ દિવાળી વેકેશનમાં આવતા પ્રવાસીઓ માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ દિવાળી ઓફર સાથે નવી સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે