ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ હેમખેમ બહાર લેવામાં આવ્યાં છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને નવી જિંદગી મળી છે. 17 દિવસના રેસ્ક્યૂ મિશન બાદ આજે એટલે કે મંગળવારે રેટ હોલ માઈનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું મેન્યુઅલ ખોદકામ કરીને 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ટનલની એકદમ નજીક તેમના પરિવારજનોને પણ બોલાવાયા હતા.
જેવા મજૂરો ટનલમાંથી બહાર આવે એટલે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ટનલના પ્રવેશદ્વાર પાસે 41 એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવાઈ છે. ફસાયાના 17 દિવસ બાદ બચાવ ટીમને મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી છે.
મજૂરોના ઘરવાળાઓને ટનલની બહાર બોલાવાયા.ઘરવાળા પોતાના ફસાયેલા લોકોને તરત મળી શકે તે માટે તેમને ટનલની બહાર બોલાવી લેવામાં આવ્યાં હતા.
રેટ હોલ માઈનિંગ સિસ્ટમથી મજૂરોને બહાર કઢાયા
ઉત્તરકાશીની સુરંગમા ફસાયેલા 41 મજૂરો માટે રેટ હોલ માઈનિંગ નામની સિસ્ટમ જીવતદાન બની છે. રેટ હોલ માઈનિંગ દ્વારા જ તેમને બહાર લાવવામાં આવી રહ્યાં છે. રેટ હોલ માઈનિંગ દ્વારા 57 મીટરનું ખોદકામ કરાયું હતું.
ઉત્તરકાશીની નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 કામદારો માટે મંગળવારનો દિવસ મહત્વનો સાબિત થયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમને આજે સફળતા મળી છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રેટ હોલ માઈનિંગ પદ્ધતિ દ્વારા ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શું બની હતી ઘટના
12 નવેમ્બર 2023ના રોજ સવારે 05.30 વાગ્યે સિલ્કયારા અને બડકોટ વચ્ચે નિર્માણાધીન સુરંગમાં ધરાશયી થઈ હતી. ટનલના સિલ્કયારા ભાગમાં 60 ટર દૂર કાટમાળ પડવાના કારણે આ ઘટના બની હતી.આને કારણે ત્યાં કામ કરી રહેલા 41 મજૂરો તેમા ફસાયા હતા અને છેલ્લા 17 દિવસથી તેમને બહાર કાઢવાના પ્રયાસો શરુ કરાયા હતા.
આ ઘટનાની જાણ તાત્કાલિક રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ સંબંધિત એજન્સીઓને કરવામાં આવી હતી અને ઉપલબ્ધ પાઈપો દ્વારા ટનલમાં ફસાયેલા કામદારોને ઓક્સિજન, પાણી, વીજળી, પેક્ડ ફૂડનો પુરવઠો પૂરો પાડવાની સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફસાયેલા કામદારો સાથે વોકી-ટોકી દ્વારા વાતચીત કરાઈ હતી.
શું છે રેટ હોલ માઈનિંગ?
રેટ હોલ માઇનિંગ એક પદ્ધતિ છે જેમાં કેટલાક ખાણિયાઓ કોલસાને કાઢવા માટે વાંસની સીડી અને દોરડાનો ઉપયોગ કરીને ખૂબ સાંકડી ખીણમાં ઉતરે છે અને ગાંસડી, પાવડા અને ટોપલીઓ વગેરેનો ઉપયોગ કરીને હાથથી કોલસા કાઢે છે.
જોકે આ પદ્ધતિમાં ખાણિયાના જીવ પર જોખમ થતું હોય છે. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
શા માટે આ પદ્ધતિ વિવાદાસ્પદ
આ રીતે કરવામાં આવેલા ખોદકામથી સુરક્ષાને ખતરો ઉભો થયો હતો. કારણ કે ખાણિયાઓ સલામતીના પગલાં લીધા વિના ખીણ કે ઊંડા ખાડામાં ઉતરી જતા હતા અને ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હતા.
એવા પણ ઘણા કિસ્સાઓ હતા કે વરસાદની ઋતુમાં રેટ હોલ માઈનિંગ ખોદકામને કારણે ખાણકામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણા મજૂરોના મોતની પણ ઘટનાઓ બનેલી છે.