કેન્દ્ર સરકારે આજે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રની મોદી સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. અત્યાર સુધી કર્મચારીઓને 42 ટકાના દરે ડીએ મળતું હતું પરંતુ હવે તેમને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે.
સરકાર દ્વારા કરવામાં આવેલ મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ, 2023 થી અમલી ગણવામાં આવશે. સરકાર દ્વારા આજે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવતા તે હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયો છે.
આ વધેલા ડીએને 1 જુલાઈથી લાગુ ગણવામાં આવશે. એટલે કે ઓક્ટોબરના પગારમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનાના એરિયર્સનો સમાવેશ થશે. એટલે કે, જો તમારા પગારમાં માસિક રૂ. 600નો વધારો થાય છે, તો 3 મહિનાનું ડીએ એરિયર્સ એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર સુધીનું બાકી રહેલું DA પણ પગારમાં મળશે. જો ઓક્ટોબરના ડીએને પણ પગારમાં ઉમેરવામાં આવે તો ઓક્ટોબરનો પગાર રૂ. 2,400 થશે.
46% મોંઘવારી મુજબ આપના પગારની ઓટોમેટિક ઓનલાઇન ગણતરી કરો
સરકારના દરેક વિભાગના કર્મચારીઓને પગાર ગણતરી આસાન થઈ જાય એ માટે માય ગુજ્જુ દ્વારા ઓનલાઇન ઓટોમેટિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર બનવવામાં આવેલ છે.
આ કેલ્ક્યુલેટર માં આપ આપનો માત્ર બેઝિક એન્ટર કરીને કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરવાથી આપને મળવાપાત્ર મોંઘવારી, ઘરભાડું, મેડિકલ અને કુલ પગારની ઓટોમેટિક ગણતરી થઈ જાય છે.