ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો.તા.1લી ઓક્ટોબર 2023થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે
રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
ડીએમાં આજે 4 ટકાનો વધારો,46% મોંઘવારી મુજબ આપના પગારની ઓટોમેટિક ઓનલાઇન ગણતરી કરો
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.
વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224થી વધીને રૂ. 21,100 થશે.
આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.